Home> World
Advertisement
Prev
Next

COVID-19 vaccine પર કાર્યરત ટોચના રશિયન વૈજ્ઞાનિકનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ

વૈજ્ઞાનિક અલેક્ઝાન્ડર કગનસ્કી 14માં માળેથી નીચે પડ્યા ત્યારે માત્ર અંડરવિયરમાં હતા અને ચાકૂથી હુમલો થયાના નિશાન પણ હતા. 

COVID-19 vaccine પર કાર્યરત ટોચના રશિયન વૈજ્ઞાનિકનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ

નવી દિલ્હી: કોરોનાની રસી (Corona Vaccine)  તૈયાર કરવાના કામમાં જોડાયેલા રશિયાના એક ટોચના વૈજ્ઞાનિકનો શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ 45 વર્ષના વૈજ્ઞાનિક અલેક્ઝાન્ડર સાશા કગનસ્કી (Alexander Kagansky) પોતાના ફ્લેટના 14માં માળેથી નીચે પડ્યા હતા. ઘટના  ઘટી ત્યારે તેઓ ફક્ત અંડરવિયરમાં હતા. 

કોરોના વાયરસ કરતા પણ મોટી આફત દેશ પર ત્રાટકે તેવી ભીતિ! સરકારની ચિંતા વધી, તાબડતોબ હાઈ લેવલની બેઠક યોજી

પોલીસ હત્યા મામલે પણ તપાસ કરી રહી છે અને 45 વર્ષના એક સંદિગ્ધ વ્યક્તિની અટકાયત પણ થઈ છે. કથિત રીતે વૈજ્ઞાનિકના શરીર પર ચાકૂથી હુમલો કર્યાના નિશાન પણ છે. અલેક્ઝાન્ડર સાશા કગનસ્કી બાયોલોજિસ્ટ તરીકે કામ કરતા હતા અને બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટી સાથે પણ જોડાયેલા હતા. લગભગ 13 વર્ષ સુધી તેમણે સ્કોટલેન્ડમાં કામ કર્યું હતું. 

રશિયન અખબાર Moskovsky Komsomolets ના રિપોર્ટ મુજબ કગનસ્કી કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં કામે લાગેલા હતા અને તેમનું મોત અજીબોગરીબ સ્થિતિમાં થયું છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે કોરોનાની કઈ રસી પર તેઓ કામ કરતા હતા. 

Corona Update: જાન્યુઆરી સુધીમાં શરૂ થઈ શકે છે રસીકરણની પ્રક્રિયા

રશિયાની એક યુનિવર્સિટીમાં કગનસ્કીએ સેન્ટર ફોર જીનોમિક એન્ડ રિજેનેરેટિવ મેડિસિનના ડાઈરેક્ટરના પદે પણ કામ કર્યું હતું. રશિયન મીડિયા રિપોર્ટ મુજબ પોલીસનું માનવું છે કે ફ્લેટના 14માં માળેથી નીચે પડતા પહેલા વૈજ્ઞાનિકનો કોઈની સાથે ઝઘડો થયો હતો. હાલમાં જ રશિયન સરકારે તેમને રિસર્ચ માટે એક ગ્રાન્ટ પણ આપી હતી. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More